થાય જો એનો સાક્ષાત્કાર;
તો તો થઈ જાય બેડો પાર.
વાંચી મારી ગઝલ એ હસે;
એ જ યાર, મારો પુરસ્કાર.
એ જ કેમ દઈ જાય છે છેહ?
ચાહો જેને કદીક પારાવાર.
કેવી રીતે ખોલું હવે આંખો?
અધુરાં સપનાંઓનો છે ભાર.
છે ઇશ્ક સાવ અઢી અક્ષરનો;
જિંદગી આખીનો એમાં સાર.
જે લપાયું છે મારા દિલમાં;
એના નામનો જ છે ધબકાર?
તો તો થઈ જાય બેડો પાર.
વાંચી મારી ગઝલ એ હસે;
એ જ યાર, મારો પુરસ્કાર.
એ જ કેમ દઈ જાય છે છેહ?
ચાહો જેને કદીક પારાવાર.
કેવી રીતે ખોલું હવે આંખો?
અધુરાં સપનાંઓનો છે ભાર.
છે ઇશ્ક સાવ અઢી અક્ષરનો;
જિંદગી આખીનો એમાં સાર.
જે લપાયું છે મારા દિલમાં;
એના નામનો જ છે ધબકાર?
થાય કળિયુગમાં ય ચમત્કાર;
ને કહેવાય છે એને જ પ્યાર.
આપણું છેક એવું નથી યાર;
કે પડ્યા તો થયા નમસ્કાર.
કહી નથી શકતો રૂબરૂમાં જે;
કવિતામાં નટવર કહે ધરાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું