રવિવાર, 19 એપ્રિલ, 2015

તલબ...

હવે કોણ લાંબો સમય તલબ રાખે છે?
બસ મતલબ સુધી જ મતલબ રાખે છે.

જ્યારે જ્યારે જાય છે એઓ ગુલશનમાં;
બાગનાં ફૂલો ય એમની અદબ રાખે છે.

એક ખુદા ઓછો પડ્યો છે બંદગી માટે;
ઇન્સાન અલગ અલગ મજહબ રાખે છે.

હોઠોથી ન કહેવાય એ આંખો કહી દે છે;
એમની કથ્થઈ આંખોમાં કરતબ રાખે છે.

ચેતીને રહેવું પડે  કમસીન હસીનાઓથી;
હસીને દિલ તોડવાનો એ કસબ રાખે છે.

પંખીઓએ પણ પાણી વેચાતું લેવું પડશે;
હવે કોઈ ક્યાંય પાણીની પરબ રાખે છે?

જીવી ગયો નટવર આખી જિંદગી એમ જ;
જેનું કોઈ નથી કાળજી એની રબ રાખે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું