સાચવી સાચવી માંડવા પડે છે મારે હર ડગર;
સાવ અજાણ્યું છે સનમ,
તારા સપનાંનું નગર.
મારા ઇશ્કની અસર તો જ સમજાશે તને સનમ;
એક વાર તું પણ જિંદગી જીવી જો મારા વગર.
ઇશ્કની કેવી છે અસર છે નથી સમજતા કોઈ એ;
સદા સજતા ધજતા શખ્સને બનાવે લઘરવઘર.
જાણીતા સહુ લાગે છે મને હવે સાવ અજાણ્યા;
આયનો ય જોયા રાખે છે મને હવે ટગરટગર.
એમ તો દોસ્ત,મારા
દુઃખે દુઃખી થનારા છે ઘણાં;
પણ તુ રડે તો કેમ લાગે આંસું વહાવે છે મગર?
જેવી રીતે હું તરસ્યો સનમ તારી ચાહમાં,રાહમાં;
એક વાર તું ય કદીક મારી ચાહમાં,રાહમાં કગર.
ભલે કોઈ ગમે એટલું રડે કોઈની યાદમાં નટવર;
ગુલાબી ગાલે તો ય
થતા નથી આંસુના અગર.
Ye aasu mere dilaki juban hai, tu hasdeto hasade aasu ,tu rodeto ro de aasu.
જવાબ આપોકાઢી નાખોPremama tootavaathi ahi sahuni halat devdas jevi thai jay.