શનિવાર, 4 જાન્યુઆરી, 2014

સપનાંનું નગર...

સાચવી સાચવી માંડવા પડે છે મારે હર ડગર;
સાવ અજાણ્યું છે સનમ, તારા સપનાંનું નગર.

મારા ઇશ્કની અસર તો જ સમજાશે તને સનમ;
એક વાર તું પણ જિંદગી જીવી જો મારા વગર.

ઇશ્કની કેવી છે અસર છે નથી સમજતા કોઈ એ;
સદા સજતા ધજતા શખ્સને બનાવે લઘરવઘર.

જાણીતા સહુ લાગે છે મને હવે સાવ અજાણ્યા;
આયનો ય જોયા રાખે છે મને હવે ટગરટગર.

એમ તો દોસ્ત,મારા દુઃખે દુઃખી થનારા છે ઘણાં;
પણ તુ રડે તો કેમ લાગે આંસું વહાવે છે મગર?

જેવી રીતે હું તરસ્યો સનમ તારી ચાહમાં,રાહમાં;
એક વાર તું ય કદીક મારી ચાહમાં,રાહમાં કગર.

ભલે કોઈ ગમે એટલું રડે કોઈની યાદમાં નટવર;
ગુલાબી ગાલે તો ય  થતા નથી આંસુના અગર.


1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું