મંગળવાર, 17 ડિસેમ્બર, 2013

કંઈ પણ કહો...


મળ્યા છો યુગો બાદ મને સનમતો તમે કંઈ પણ કહો;
કેવી હતી આપણા વિરહની એ એક એક હર ક્ષણ ? કહો.

ઝાંઝવાંના જળના પુરના પુર આવતા રહે છે ભર ઉનાળે;
ને તોય કેમ પ્યાસું તરસ્યું તરફડતું રહે છે એક રણ? કહો.

લાખ લાખ લોક વચ્ચે ય રહી જવાય છે સાવ એકલવાયા;
ને સાવ અચાનક કેમ વહાલું લાગવા માંડે એક જણ? કહો.

ભવોભવ સાથ આપવાનો વાયદો કરતા તો કરી દીધોતો;
તો સરળતાથી તમે કેમ કરી વીસરી ગયા એ પણ’? કહો.

તાણાવાણા સંબંધ અને લાગણીના ય બહુ અજીબ  હોય છે;
કોઈ સંબંધ કેમ હોય રેશમ રેશમ, કેમ કોઈ કાચું શણ? કહો.

સમય તો છે કુશળ તબીબ મિટાવે ભલભલાં દૂઝતા જખમો;
તો ય દિવસે દિવસે કેમ વકરતો જાય છે પ્રેમનો વ્રણ? કહો.

દિવસ વિતાવી દે કામકાજમાં  સતત વ્યસ્ત રહીને નટવર;
ને ઢળતા સૂરજની સાખે ક્યાં બાધું તમારી યાદોનું ધણ?કહો.

1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું