શનિવાર, 24 માર્ચ, 2018

સવાર કરી છે...


શૂન્યતાને અમે પણ સાકાર કરી છે,
જાતને ક્યાં કદી ય પુરવાર કરી છે?

બહુ ઓછા છે મારા જેવા જગતમાં,
જિંદગી જેણે ઇશ્કમાં ખુવાર કરી છે.

જખમ મારો છે એવો, વધારે વકર્યો,
જ્યારે જ્યારે એની સારવાર કરી છે.

જિંદગી મળી એક વાર જીવવા કાજ,
ને ઇજ્જત મોતની પારાવાર કરી છે. 

એક રડતા બાળકને સહેજ હસાવીને,
ઇબાદત ખુદાની આવિષ્કાર કરી છે.

ખુદા,ઈસુ કે ઈશ્વર પર ભરોસો નથી,
એનાં નામે સૌ દિલોમાં દરાર કરી છે.

કોઈ માને યા ન માને, મરજી એની,
વાત સાચી મહેફિલમાં ધરાર કરી છે.

નથી રાહ નટવરને સૂરજ ઊગવાની,
આંખ ખૂલી એની જ્યારે,સવાર કરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું