રવિવાર, 28 જાન્યુઆરી, 2018

ખબરઅંતર...

કદી રાખતા હતા  જે હરદમ અમારા ખબરઅંતર,
હવે એ જ સનમ રાખે છે અમારાથી વધુ અંતર.

થતા થતા ભલે થઈ ગયા જુદા અમારાંથી એઓ,
પણ એ ય હકીકત છે રડતું હશે એમનું ય અંતર.

આમ વારતહેવારે જ અમને યાદ કરવાનું સનમ?
કાં હર પળ યાદ કરો, ક્યાં વીસરી જાઓ સદંતર.

આપને યાદ કરતા રોમ રોમમાં રોમાંચક થઈ જાય,
કહી દો,કર્યું નથીને તમે કોઈ મારા પર જંતરમંતર?

જીવતા જીવતા જવી જવાશે આપના વિના સનમ,
પણ મારું તમારું જીવન એમ થઈ જશે સાવ તંતર.

આયનો પણ હવે તો મને ઓળખવાની ના પાડે છે,
જ્યારે મેં નજર કરી એમાં નજર આવે છે મને વંતર.

કહેવાની વાત કહી ન શક્યો નટવર રૂબરૂ મુલાકાતમાં,
વાત દિલની ગઝલમાં એ તો લખતો રહે છે નિરંતર.
[તંતર=કંટાળાજનક, વંતર = ભૂત; પ્રેત. (સંદર્ભઃ ગુજરાતી લૅક્સિકોન)]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું