જ્યારે એમની યાદ આવે છે ત્યારે બહુ જ યાદ આવે છે,
ને પછી વગર વાદળે મારી આંખોમાં વરસાદ આવે છે .
એમની યાદની અસર પણ કેવી છે દોસ્ત ન પૂછ તું મને,
ચાખ્યા આંસુ વિરહમાં,એમાં વધુ નમકીન સ્વાદ આવે છે.
એઓ મળે ત્યારે છલકાય જાય પ્યાલો ઇશ્કના અમૃતનો,
વધુ મજા એ મધૂરા અમૃતની એમનાં ગયા બાદ આવે છે.
ન તો એમણે સાંભળ્યું, ન મેં કરી કોશિશ સાંભળવાની,
બન્ને દિલની ધડકનમાં એકએકના નામનો નાદ આવે છે.
ઊતારું છું આરતી એમનાં મદમસ્ત રૂપની મારી નજરથી,
થાય એઓ જો પ્રસન્ન તો મારી નજમનો પ્રસાદ આવે છે.
જતા જતા ન જોયું એમણે ફરીને એક વાર,ન તો મેં જોયું,
ફરી યાદ કરતા રહ્યા, હોઠો પર ક્યારે ફરિયાદ આવે છે?
વાત દિલની કહી દીધી છે દિલ ખોલીને ભરી મહેફિલમાં,
ઘાયલ દિલવાળા સમજી ગયા,એથી દાદ પર દાદ આવે છે.
જો માણો તો જિંદગીય મસ્ત મહેફિલ- એ-ઇશ્ક છે નટવર,
જલસા- એ- જિંદગીમાં હર કોઈ દિલના આબાદ આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું