શુક્રવાર, 10 જુલાઈ, 2020

કરે છે...


જાણે કોના જપ કરે છે,
એક પક્ષી અહિંયા તપ કરે છે.

આ માણસ સાલો છે નક્કામો,
નાની વાતમાં મોટી લપ કરે છે.

એકાદ તક મળે જો માણસને,
ચીજ બીજાની એ હડપ કરે છે.

આદત જ આદમીની છે એવી,
જરૂરિયાતથી વધુ ખપ કરે છે.

અફવા અમથી નથી ફેલાતી,
હવા પણ હવે ગપસપ કરે છે.

સમય પણ દગો દઈ જાય કદી,
એ ધીમે તો કદી ઝડપ કરે છે.

એમ તો કોઈ લત નથી નટવરને
ફૂંકી શબ્દ એ પૂરી તલપ કરે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું