શનિવાર, 24 માર્ચ, 2018

જોઈએ એક બહાનું...

ખૂબ મોટું હોય કે હોય છેક નાનું,
જીવવા માટે જોઈએ એક બહાનું.

એમ તો દિલમાં હોય ચાર ભાગ,
અને ઉપરથી હોય એક ચોરખાનું.

ઘણી વાર હાર્યો છું હસતા રમતા,
રાખી હાથમાં  હુકમનું એક પાનું.

ચોર ચોર બૂમો પાડતો રહી ગયો,
ચોરી ગયું કોઈક સપનું છાનુંમાનું.

પડખાં ફેરવતા ઊં ઘ આવી જાય,
રાતભર જાગે છે  બિચારું બિછાનું.

મારી એમની નજર એ રીતે મળી,
ભાન બન્નેને નથી રહ્યું હવે દિશાનું.

હવે તારો ય વારો આવ્યો નટવર,

ઘણું બાકી  છે ઇશ્કમાં શીખવાનું.

3 ટિપ્પણીઓ:

  1. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. Thanganat is a commercial music streaming service providing free Gujarati music. Thanganat allow to play Old & New Gujarati mp3 Music Online through your mobile and website, Thanganat offers free unlimited access to thousands of Gujarati music.

    Thanganat is Gujarat’s largest music broadcasting service. Through mobile apps and website, we can access unlimited your favourite music.

    You can enjoy unlimited access to Romantic Hits, Dhollywood (Gujarati Cinema), Garba, Sad Songs, Devotional, Bhajans, Ghazals, Kids Song, Dance, Artists Hits & much more!

    Visit Gujarati MP3 Song Site at https://thanganat.com

    જવાબ આપોકાઢી નાખો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું