હવે મળો તો મળો કોઈ કારણ વિના,
ને છૂટા પડો તો કોઈ ચણભણ વિના.
ઇશ્ક તો ઇશ્ક જ છે, ન પર્યાય એનો,
ઇશ્ક કદી ન થાય કોઈ સમર્પણ વિના.
જો આપની કેફી આંખમાં નજર આવું,
જિંદગાની આખી વિતાવું દર્પણ વિના.
થોડું દિવાનાપન પણ જરૂરી ઇશ્કમાં,
ઇશ્ક ન થાય કદી ય ગાંડપણ વિના.
આપે જો મને ભૂલવું જ હોય તો ભૂલો,
હું કેવી રીતે જીવું તમારા સ્મરણ વિના?
મારા હાસ્યથી છેતરાય ન જશો દોસ્તો,
રડ્યો છું આંખમાં આંસુનાં દ્રાવણ
વિના.
રામ રામ ભજતા ભક્તજનો ય જાણે,
રામાયણ ન થાત કદી ય હરણ વિના.
જિંદગી એવી કે,ન માંગે દોડતી આવે,
જિંદગી ક્યાં જીવાય છે પળોજણ વિના?
જેવો છે એવો નજરે આવે છે નટવર,
ફરે છે ચહેરા પર કોઈ આવરણ વિના.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું