હળવાશની
પળોમાં માણસ તનાવ રાખે છે!
ને
રેતીના સમુંદરમાં જીવનની નાવ રાખે છે!
આયના
મારા ઘરના પાગલ થઈ ગયા છે!
મારા
પ્રતિબિંબ પર એ વધુ લગાવ રાખે છે!
આંખો
સામેથી ઊઠી ચાલ્યા ગયા અવગણી!
હવે એ
ખયાલમાં સતત આવજાવ રાખે છે!
ઇશ્ક એ જ શખ્સ કરી જાણે, નિભાવી જાણે!
ઇશ્ક એ જ શખ્સ કરી જાણે, નિભાવી જાણે!
જે સંતાડી પંપાળી દૂઝતા હર ઘાવ રાખે છે!
વાતવાતમાં
બન્ને બદલાય જાય છે પળમાં!
માણસ
અને સમય સરખો સ્વભાવ રાખે છે !
એ
માણસનો ભરોસો ન કરવો કદી ય યાર!
લીલીછમ
લાગણીઓ પર જે દબાવ રાખે છે!
ખુદા પાસે જવાની જરૂરિયાત એટલે રહે છે!
ખુદા પાસે જવાની જરૂરિયાત એટલે રહે છે!
દરેકના
જીવનમાં એ કોઈક અભાવ રાખે છે!
કાફિયાનગરમાં
મશહૂર થયો ગયો છે નટવર!
શબ્દના
વેપારમાં એ માફકસર ભાવ રાખે છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું