મરી
જાઉં એટલું તરસવું પણ સારું નથી સનમ!
ડૂબી
જાઉં એટલું વરસવું પણ સારું નથી સનમ!
મારી
યાદમાં આંસુ આવશે તો હોઠ પણ મરકશે!
લોકો
હસશે, એકલાં
હસવું પણ સારું નથી સનમ!
રોક્યા
હતા તમને બહુ કે એવું ન કરો મારી સાથે!
કરી
ઘાયલ, દિલમાં
વસવું પણ સારું નથી સનમ!
તમારી
જાણ બહાર તમારી નસનસમાં રહું છું હું !
તો
મારી જાણ બહાર શ્વસવું પણ સારું નથી સનમ!
ઇશ્કના
બારૂદ પર બેઠો છું હું તમારા ઇંતેજારમાં !
ચકમક
જેવું તનમન ઘસવું પણ સારું નથી સનમ!
મારે
મરવું તો નથી તો ય મરી જઈશ ગુંગળાઈને!
નજરના
દોરને બહુ કસવું પણ સારું નથી સનમ !
રાહ-એ-ઇશ્ક
હર કદમ સાથ આપવાનો કરી વાયદો!
ડગલેને
પગલે પાછાં ખસવું પણ સારું નથી સનમ !
લખતા
લખતા સાવ લહિયો જ થઈ ગયો નટવર!
જો
તમે ન વાંચો તો લખવું પણ સારું નથી સનમ !
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું