બસ, આમ વાત વાતમાંથી વાત
નીકળશે!
એક
દિ આયનામાંથી મારી જાત નીકળશે!
સૂરજ
તો ડૂબી ગયો છે ક્યારનો ક્ષિતિજે !
કોણ
જાણે કેવી રીતે મારી રાત નીકળશે!
એમની
આંખોમાં જોયું ત્યારે જાણ ન હતી!
એમાં
ડૂબી મરવાની મારી ઘાત નીકળશે!
મારા
જનાજાની જરા ફિકર ન કરો યારો!
જનાજો
મારો જશે, એની
બરાત નીકળશે!
ખુદાએ
બનાવ્યો એ હવે ખુદાને બનાવે છે!
ખુદા
શું જાણે?આવી
માણસ જાત નીકળશે?
સાવ
શાંત લાગતો હોય જે શખ્સ આપણને!
જો
એને ઝંઝોડશો એક ઝંઝાવાત નીકળશે!
નટવર, તપાસ તું સૌ સૂતેલને
કબ્રસ્તાનમાં!
એમની
ઘણી ઇચ્છાઓ હજુ હયાત નીકળશે!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું