ખીલ્યા પહેલાં જ ફૂલને
તોડવાથી શું થશે?
મંજિલની ખબર વગર દોડવાથી
શું થશે??
આદત છે અમને યાર આંખોથી જ
પીવાની;
પયમાનાઓ મયખાનામાં
ફોડવાથી શું થશે?
સૂતા છીએ અમે તો
તન્હાઈનું કફન ઓઢીને!
સુવા દો અમને,નાહક ઝંઝોડવાથી શું થશે?
તમારા ઇશ્કમાં ઠેર ઠેર
અમે બદનામ થયા!
અમને સર- એ- આમ વખોડવાથી
શું થશે?
ઘણી ગાંઠો થઈ છે સંબંધના
તાણાવાણામાં!
તો એક પછી એક ગાંઠને
છોડવાથી શું થશે?
જે તરફ ઢાળ હશે એ તરફ
લાગણી વહશે!
એની ધસમસતી ધારાને
મોડવાથી શું થશે?
કાચ કે દિલ એકવાર તૂટ્યા
એ તૂટ્યા નટવર!
એના વેરણછેરણ ટુકડાઓ જોડવાથી
શું થશે?
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું