અધૂરા ઇશ્કનું અનુસંધાન કરો તો ગમશે સનમ!
તમે કદી મારું પણ ધ્યાન કરો તો ગમશે
સનમ!
ઘાયલ તો થઈ ગયો છું, શાયદ હવે મરી જઈશ!
તલવાર નજરની જો મ્યાન કરો તો ગમશે
સનમ!
હું કરું કેટલો પ્યાર તમને એ જાણતા
નથી તમે!
તોય ખરું કે ખોટું અનુમાન કરો તો ગમશે
સનમ!
દુનિયા છે, એ તો નાહક વાતો
કરતી રહેશે સદા!
ઇશારા આપણી દરમ્યાન કરો તો ગમશે સનમ!
જિંદગી આખી તમને જોતા જોતા વિતાવી
દઈશ!
મારા ઘરની સામે જ મકાન કરો તો ગમશે
સનમ!
દિલનો ઘોડો રમતો જમતો છૂટ્ટો ક્યાં
સુધી ફરશે ?
તમારા દિલમાં એને બાન કરો તો ગમશે સનમ!
એકતરફી વહેવાર ઇશ્કમાં જરા સારો નથી
સનમ!
ઇશ્ક તમે મારી જેમ સમાન કરો તો ગમશે
સનમ!
હું ક્યાં કહું છું કે મને ફૂલડાંથી
યદા કદા વધાવો?
મારા પર જો થોડુંક ગુમાન કરો તો ગમશે
સનમ!
ભિક્ષાન દેહી કરતો નટવર રોજ આવશે
આંગણે !
તમારા દિલનું તમે જો દાન કરો તો ગમશે
સનમ!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું