વાત પ્રણયની લખવામાં ય વાર લાગે છે;
આ શબ્દો ક્યારેક સાવ નિરાધાર લાગે છે.
આંખો જ્યારે થાય છે ભીની એની યાદમાં;
એટલે આ આંખો મારી પાણીદાર લાગે છે.
દીવાલો ફંફોસતો રહું છું અસીમ તન્હાઈમાં;
તમે જે સમજો ભીંત, મને હવે દ્વાર લાગે
છે.
દોસ્તો બહુ થયા છે હાલતા ચાલતા મારા;
હર શખ્સ તારા શહેરમાં દોસ્તદાર લાગે છે.
ન દુઆ કામ આવશે,ન થશે દવાની અસર;
એનો સુંવાળો સ્પર્શ સારી સારવાર લાગે
છે.
હવે ક્યાં નવા સમાચાર આવે છે આજકાલ?
રોજ સવારે આવે એ વાસી અખબાર લાગે છે.
દિલની વાત કહેવી એને કેવી રીતે નટવર?
ન કહેલ વાત સમજે, એ ખબરદાર લાગે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું