મંગળવાર, 26 ડિસેમ્બર, 2017

વતનમાં...


જેઓ વસ્યા કદી મારા મનમાં!
છે સુવાસ એમની જ પવનમાં!

સાચવ્યા સચવાતા નથી એ તો!
મોંઘેરા આંસુઓ મારા નયનમાં!

હું તો એવોને એવો જ રહી ગયો!
સઘળું બદલાય ગયું છે વતનમાં!

ઘરથી મયખાનું છે દૂર દૂર ઘણું!
ઊતરી જાય નશો આવગમનમાં!

એક અફવા જો ભડકો બની જાય!
લગાવી જાય આગ એ ચમનમાં!

થતા થતા જાણ છેવટે જાણ થઈ!
સહુ પારકા મળ્યા મને સ્વજનમાં!

સાવ કોરું કોરું જ રહેવા દેશો એને!
રડીને દાગ ન લગાવશો કફનમાં!

ઇશ્કની આ અસર કેવી છે નટવર?
ખોવાયો ખોવાયો ફરું હું ભવનમાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું