વરસવું
અને તરસવું સાથે બને છે !
અને
રડવું અને હસવું સાથે બને છે!
રહું
હું એકલો એકલો મારા ઘરમાં!
કોઈના
દિલમાં વસવું સાથે બને છે!
ઘટા
ગેસૂની છવાય મારા ચહેરા પર!
ઘેરા
વાદળોનું ગરજવું સાથે બને છે!
મને
હું વાંચુ છું કોઈ સુરમઈ આંખોમાં!
અને
આ કવિતા લખવું સાથે બને છે !
દોર
હું મારી મર્યાદાઓનો છુટ્ટો રાખું !
કોઈનું
એને વધુ કસવું સાથે બને છે !
હું
જીવી રહ્યો છું ઝેર જુદાઈનું પીપીને!
ને
ઝેરી તન્હાઈનું ડસવું સાથે બને છે !
કોઈ
નિશ્વાસ નાંખે છે મને યાદ કરીને !
મારું
આ નાહકનું શ્વસવું સાથે બને છે !
દૂર
થતા જવું નટવરનું ખુદથી,ખુદાથી!
ને
બન્ને તરફ એનું ધસવું સાથે બને છે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું