સગાઓના શહેરમાં હર અજનબી જણ મળે, તોબા તોબા!
ઝાંઝવાંના પુરથી છલકાતા કોરા રણ મળે, તોબા તોબા!
ઝાંઝવાંના પુરથી છલકાતા કોરા રણ મળે, તોબા તોબા!
હવાના ઝોકાએ માંડ ઘૂંઘટ હઠાવ્યો ગોરા
ચહેરા પરથી!
તો એ જ ચહેરા પર શરમનું આવરણ મળે, તોબા તોબા!
એક પછી એક જખમની થઈ જાય આદત જ્યારે જ્યારે!
યાર દિલદાર તરફથી તરોતાજા વ્રણ મળે, તોબા તોબા!
ખુદને છોડી ખુદા તરફ જવું સાવ સહેલું
નથી યાર મારા!
ગેબી ખુદા તરફથી નવા નવા વળગણ મળે, તોબા તોબા!
સમી સાંજે ડૂબતા સૂરજની સાખે બેઠાં
હોઈએ સાવ એકલાં!
અચાનક વીસરાયેલ યાદોનાં બેકાબુ ધણ મળે,તોબા તોબા!
ધક ધક ધક ધડકતું યુવાન હૈયું ધબકાવીને
બેઠો છું નિરાંતે!
ને રાહ-એ-જિંદગીના વળાંક પર ઘડપણ મળે, તોબા તોબા!
જે નથી કદી સમજ્યો નટવર એ સૌને સમજાવીને આવ્યો
છે!
લોકો કહે એનામાં ન તો જરા ય સમજણ મળે, તોબા તોબા!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું