સોમવાર, 25 ડિસેમ્બર, 2017

મૃગજળ...


ખોટી પડે જ્યારે એક અટકળ!
મન થઈ જાય છે ત્યારે વિહ્વળ!

ઇશ્કની અસર છે જ એવી યાર!
જ્યાં સ્થળ છે નજરે આવે જળ!

રાહ તમે ય એક દિ મારી જોશો!
એક એક યુગ લાગશે એક પળ!

સાચવી સાચવીને રડશો સનમ!
વહેવા ન દેશો આંસુંને ખળખળ!

ચહેરો વસ્યો છે તમારો નજરમાં!
બંધ આંખોએ પણ થાય ઝળહળ!

આયના સામે જોઈ હું હસ્યો જરા!
આયનો ય સમજી ગયો મારું છળ!

પ્યાસો જ રહી ગયો નટવર સદાય!
પીતો રહ્યો જિંદગીભર એ મૃગજળ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું