સોમવાર, 25 ડિસેમ્બર, 2017

કારણ ન પૂછો...




કેમ તમારી સાથે છે અમને લગાવ, કારણ ન પૂછો!
સાથે છો ને તો ય છે તમારો અભાવ, કારણ ન પૂછો!

તમે બદલતા રહ્યા એમ જ બદલાતા રહ્યા અમે સદા!
તમે ન બદલી શક્યા તમારો સ્વભાવ,કારણ ન પૂછો!

સાવ સસ્તામાં ભર બજારે વેચાયા અમે હસતા હસતા!
કેમ તમે ન ચૂકવી શક્યા અમારા ભાવ, કારણ ન પૂછો!

હારવાની તૈયારી સાથે રમ્યા હતા બાજી - એ- ઇશ્ક!
તમે કરી અંચઈ,  જ્યારે આવ્યો દાવ, કારણ ન પૂછો!

જ્યાં નજર કરીએ ત્યાં નજર આવો છો તમે હર તરફ!
છે  અમારા પર  કેમ તમારો પ્રભાવ, કારણ ન પૂછો!

હરદમ રહો  તમે અમારા દિલમાં, વસ્યા હર શ્વાસમાં!
તમારો ક્યાંય નથી કોઈ અલગ પડાવ, કારણ ન પૂછો!

એમ તો કંઈ ખાસ લખતા નથી આવડ્યું આ નટવરને!
ને તમારા વિચાર કહે મને કલમ ઊઠાવ, કારણ ન પૂછો!!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું