આદમી આજકાલ ડરી
ડરીને જીવે!
જીવવા ખાતર એ રોજ
મરીને જીવે!
એક કદમ આગળ ચાલે,બે પાછળ!
આગળ વધવાની ચિંતા
કરીને જીવે!
જામ જિંદગીનો ગળે
છે તળિયેથી!
ને અંજળ અરમાનના
ભરીને જીવે
આજે નહીં તો કાલે
કંઈક સારું થશે!
તણખલું આશાનું મુખે
ધરીને જીવે!
કોઈની આંખોમાં વસે
સપનું બની !
પછી બની આંસું ગાલે
સરીને જીવે!!
ડૂબી જાય એ છે છેક
કિનારે આવીને!
ને ખાબોચિયાંમાં
સતત તરીને જીવે!
જે યાદ રાખવાનું એ
જ ભૂલી જાય!
જે વીસર્યો એ સદા ય
સમરીને જીવે.
કદી તો થશે ખુદની
ઓળખ નટવર!
આયના સામે એ ખુદને ધરીને જીવે!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું