સોમવાર, 25 ડિસેમ્બર, 2017

છેતરે છે...


ફૂલડાં ડૂબે છે ને પથ્થર તરે છે!
આ નજર પણ ક્યારેક છેતરે છે !

એની ડાળી હાથો બની કુહાડીનો!
જુઓ, એથી વૃક્ષ હવે થરથરે છે!

તારા વિના હું ન જીવી શકીશ!!
એમ કહેનારા ક્યાં કદી મરે છે?

ઇશ્કમાં એવી હાલત થઈ જાય!
ઇશ્કી ખુદની જ છાયાથી ડરે છે!

જખમ દિલના તાજાં થઈ જાય!
જ્યારે અકાળે કોઈ પુષ્પ ખરે છે!

આજની ઘડી રળિયામણી,માણો!
વીતેલ ઘડી ન કદી પાછી ફરે છે!

કમબખ્ત આ જમાનો જ ખરાબ છે!
કરે કોઈ ઓર, કોઈ ઓર ભરે છે !

તને કોઈ જ જાણતું ન હતું નટવર!
અને વાત આજે તારી  ઘરે ઘરે છે!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું