સોમવાર, 25 ડિસેમ્બર, 2017

ઋગ્વેદ...

મને એક વાતનો જ થયા રાખે છે ખેદ !
મને મારી સાથે થયા રાખે છે મતભેદ !!

એની મલાખી આંખો જ્યારથી વાંચી છે!
સમજાય ગયો યાર,મને આખેઆખો વેદ!

જાઉં તો જાઉં ક્યાં હું હવે અહીં આવીને?
બની ગઈ છે કમબખ્ત જિંદગી ખૂલી કેદ!

ખુદાએ તો ઘણું ઘણું આપ્યું મને યદાકદા!
શું કરું હું? મારા જ ખોબામાં છે ઘણા છેદ!

નિસાસાઓ પણ મારા સાવ નિઃશેષ નથી;
આંસું વડે જિંદગીને ભાગતા છે બચેલ છેદ.

દૂર કર્યો એમણે મને એમનાં સપનામાંથી!
બહુ જીવલેણ હતો મારા માટે એ  ઉચ્છેદ!

ન સમજો તો સીધા સાદા શબ્દ છે નટવર!
સમજો તો હર શબ્દમાં સમાયો છે ઋગ્વેદ!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું