રવિવાર, 24 ડિસેમ્બર, 2017

થઈ જાય છે...


જ્યારે ધીસમાંથી ધેટ થઈ જાય છે,
ત્યારે આદમી અપસેટ થઈ જાય છે!

હું તો મળવા એને સમયસર પહોંચું,
શું કહું? એ હંમેશ લેટ થઈ જાય છે.

એના સ્પર્શવાથી દિલ દગો દઈ દેશે,
લય એની એક્સેલરેટ થઈ જાય છે.

સંબંધો આડા હોય ત્યાં સુધી સરસ,
બગડે જ્યારે એ સ્ટ્રેટ થઈ જાય છે.

જ્યારે જ્યારેય એનાં ખયાલ કરું હું,
ઇશ્ક અધિક ઍક્ટિવેટ થઈ જાય છે. 

મુકામ-એ- ઇશક છે જ એવો, યારા,
જ્યાં ઇશ્કી બહુ ડેસ્પરેટ થઈ જાય છે.

મળી જાય જેને હમસફર સર-એ-રાહ,
એની જિંદગીય સેલિબ્રેટ થઈ જાય છે.

બહુ સાચવીને બોલવું પડે છે નટવર,
આદમી અમસ્તો ઇરિટેટ થઈ જાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું