રવિવાર, 24 ડિસેમ્બર, 2017

છે...

ન તો એ હસે છે,ન તો એ રડે છે,
આદમી જ્યારે ખુદ સાથે લડે છે!

બહુ સાચવી સાચવી ચાલે છે જે,
યારો,એક દિ એ ય જરૂર પડે છે.

જામથી પીવાથી કશું નથી થતું,
આંખોથી પીતા નશો વધુ ચડે છે.

શોધતા રહીએ દરબદર જે સદા,
છેવટે આપણી ભીતર જ જડે છે.

ખુદા એક વાર તું આવી જોઈ જા,
માણસ કેવી મુરત તારી ઘડે છે?

જેવી જેની તકદીર, જેવી તાસીર,
કોઈ છબી દિલે કોઈ ભીંતે જડે છે.

નાદાન નટવરને સમજાતું નથી,
આદમીઆદમીને કેમ નડે છે?


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું