થઈ ગયો હું વધારે
સશક્ત,
આપી દાનમાં થોડુંક
રક્ત !
મારે કંઈ ખાસ
જોઈતું નથી,
થવું છે મારે
મારાથી મુક્ત.
એ જ આપણને કેમ
લૂંટે છે?
જેમને આપણે
સોંપ્યું સમસ્ત.
એઓ સમજ્યા કે મને
હરાવ્યો,
હાથે કરી હું થયો
હતો પરસ્ત.
બનાવ્યો એમણે
પ્રેમી કે પતિ,
ન સમજ્યા, છું એમનો ભક્ત.
મારું છે ને મારું
નથી માનતું,
છે દિલ બદમાશ કે
કમબખ્ત?
બસ, સીધું સાદું લખે નટવર,
નથી લખતો કદી જબરદસ્ત.
(જિંદગીના પંચાવના રક્તદાન સમયે સ્ફૂરેલ રચના)
(જિંદગીના પંચાવના રક્તદાન સમયે સ્ફૂરેલ રચના)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું