એમ તો ક્યાં કદી કોઈને ગમે છે?
તો ય માણસ સાથે માણસ રમે છે.
આગ ઇશ્કની છે જ એવી સનમ,
આશિકને જીવતો બાળી એ સમે છે.
મંજિલ એને જ મળે છે આ જગમાં,
ભોમિયા વિના જે જગતમાં ભમે છે.
એની સર- એ-આમ મજાક ઊડે છે,
હસતા હસતા જે હર જખમ ખમે છે.
હવે કોણ દરિયો છલકાવીને રડે છે?
આજકાલ બસ,એકાદ
આંસું ઝમે છે!
બીજે છેડે કોઈની ક્ષિતિજ શણગારવા,
મારા ભાગનો સૂરજ સાંજે આથમે છે.
ન જાણે કયા રૂપમાં ખુદા મળી જાય,
એથી નટવર નમ્રતાથી સૌને નમે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું