કાં
બળ આપો કે, કાં છળ આપો,
ને
આંખોમાં થોડું મૃગજળ આપો.
હું
ક્યાં કહું છું હેતની હેલી કરો?
બસ,આપના ગેસુનું વાદળ આપો.
સાવ
કોરો હશે તો પણ એ ચાલશે,
મારા
નામે કદી એક કાગળ આપો.
આવો
કે ન આવો, મરજી
તમારી,
કદી
ખોટી ખોટી ય અટકળ આપો.
જિંદગીભર
સાથ કોણ નિભાવે છે?
આપની
જિંદગીની એક પળ આપો.
સાત
સમંદર પાર કરીનેય આવીશ,
ક્યાં
મળવું છે? કોઈક
સ્થળ આપો.
આદમે
ચાખ્યું ને ઈવને પણ ભાવ્યું,
નટવરને
પણ હવે એ જ ફળ આપો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું