મારા
હરેક સવાલનો જવાબ છે તું,
નિશદિન
આવતું એક ખ્વાબ છે તું.
હું
એક ઘનઘોર વાદળ જેવો રખડુ,
વાદળ
સાથે રમે એ મહતાબ છે તું.
તરસ્યો
હું સાવ સહરા જેવો સદાનો,
તું
હેતની હેલી,ઇશ્કનો સૈલાબ છે તું.
હું
રહ્યો કંટક જેવો કઠોર, સાવ સુકો,
સદા
ય મહેકતું ગહેકતું ગુલાબ છે તું.
નાકામ
કવિના અધૂરાં શેર જેવો હું,
ગઝલનાં
ગુલદસ્તાની કિતાબ છે તું.
તૂટેલ
આઈના જેવો વેરણછેરણ હું,
દર્પણમાં
ન સમાય એ શબાબ છે તું.
મારી
જિંદગીના સરવૈયે હતી ઉધારી,
ને
નફા ખાતે લખાયેલ હિસાબ છે તું.
મયખાના
પયમાના સાવ નકામાં મારે,
આંખોથી
પીવું ને ન ઊતરે શરાબ છે તું.
કંઈ
નથી ખપતું હવે નાદાં નટવરને,
વિભુની
દુઆ, ખુદાનો
ખિતાબ છે તું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું