સાવ
મુઠ્ઠી જેવું પણ મોટી આફત કરે છે,
દિલ
પણ સાલું ક્યારેક બગાવત કરે છે.
એ જ
ઇશ્કને જાણે, એ જ ઇશ્કને માણે,
જે
બેવફા સાથેય દિલથી ચાહત કરે છે.
કોઈ
કોઈની યાદ કદી સતાવતી નથી,
તન્હાઈમાં
એ યાદ ઘણી રાહત કરે છે.
આપણે
એમ કરીએ, આપણે
તેમ કરીએ,
જવા
દો, ખુદા
સઘળુંય યથાવત કરે છે.
દોસ્તની
દોસ્તી ત્યારે જ સમજમાં આવે,
દાનો
દોસ્ત જ્યારે જ્યારે અદાવત કરે છે.
જમાનો
જ ખરાબ આવ્યો છે યાર મારા,
આજકાલ
લોકો મોત પર દાવત કરે છે.
માણસ
માણસ રમતા માણસાઈ ખોવાઈ,
માણસ
હવે ક્યાં કદી કોઈ શરાફત કરે છે?
યદા કદા
રડતા બાળને હસાવી લઉં છું,
એ
રીતે નટવર ખુદાની ઇબાદત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું