રવિવાર, 9 જુલાઈ, 2017

તબક્કો...


દરેકના જીવનમાં એક વાર તો આવે જ છે એવો તબક્કો !
ગમે એવો બાહોશ શખ્સ પણ ત્યારે થઈ જાય હક્કોબક્કો !!

મારાથી આગળ વધતા દોસ્તનો જરા ય ડર નથી લાગતો !
પાછળ છે એની બીક લાગે, ન જાણે ક્યારે મારે એ ધક્કો !!

માનો યા ન માનો દોસ્તો, પણ એ છે એક વરવી હકીકત !
હરેક શખ્સની અંદર ક્યાંક સંતાયેલ હોય છે એક ઉચક્કો !!

એમની પાસેથી શિખી રહ્યો છું હું પ્રેમથી પ્રેમની બારાખડી !
જેની આંગળી પકડી લખતા શીખવ્યો હતો મેં ઇશ્કનો કક્કો !!

આ કવિતા, આ ગઝલ કે નજમ લખવી તો સાવ સહેલી છે !
બસ લખી નથી શકાતો આસાનીથી કમબખ્ત ઇશ્કનો રુક્કો !!

હારવાનું કે જીતવાનું તમારા હાથમાં કે મારા હાથમાં ય નથી !
જ્યારે ભાવિ આપણું નક્કી કરવા ઊછાળવાનો હોય છે સિક્કો !!

પીઠ પાછળ મારી વાત કરતા તો તારું મોઢું ગંધાય છે દોસ્ત !
એના કરતા તો સારું કે તું મારી દે મારા મોઢા પર એક મુક્કો !!

શખ્સ જે ન માણે,ન તો એ જાણે શબ્દમાં લાગણીની રજૂઆત !
હોય ભલે એ રંગબેરંગી નટવર, અંદરથી હોય છે સાવ ફિક્કો !!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું