જરા જુઓ હું ય કેવી કેવી કમાલ કરીને બેઠો છું.
કદી
ન થયા મારા એમને વહાલ કરીને બેઠો છું.
આજની
વાત આજે જ કહેવાની હું હામ રાખું છું!
સનમ, તારે નામ મારી હર કાલ
કરીને બેઠો છું.
કોઈની
હસીન યાદમાં રડી રડી કરી રાતી આંખો!
ન
સમજો,નવટાંક
પી આંખો લાલ કરીને બેઠો છું.
કોમળ
કરાંગુલિથી ગૂંથી મારું નામ આપ્યો હતો જે!
તારી
યાદમાં ભીનો ભીનો એ રૂમાલ કરીને બેઠો છું.
જ્યારથી
તારા ખયાલમાં ખોવાયો ખોવાયો રહું છું!
મારા
હરેક નિશ દિન હું તો જલાલ કરીને બેઠો છું.
એક
અમસ્તી નાનકડી જિંદગી મજાથી જીવવા માટે!
રોજબરોજ
કોઈક અવનવીન બબાલ કરીને બેઠો છું
સાવ
અમસ્તો જ નથી લખતો નટવર આ કવિતા!
મારી
આદત છે, હું
ગમતાંને ગુલાલ કરીને બેઠો છું.
(જલાલ= ભપકાદાર; ભવ્ય.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું