છે વાતાવરણ બહુ જ તંગ !!
લડી
રહ્યો છું ખુદ સાથે જંગ!
થઈ ગયો
છે જ્યારથી ઇશ્ક!
છૂટી
ગયો છે ખુદનો જ સંગ.
એમણે
મારી નજરને શું કર્યું?
ગુલાબી
લાગે મને બધા રંગ!
ઘણું
કહેવું હતું,ન કહી શક્યો!
મળ્યા
રૂબરૂ, થઈ ગયો દંગ!!
દિલમાં
ચાહત સાચવી હતી!
દઈ
ગયું દગો પામર અંગ!!
હદથી
વધુ જો કોઈને ચાહીએ!
સાવ
બદલાય જાય એના ઢંગ!
ઘાયલકી ગત ઘાયલ હી જાણે!
ઘાયલકી ગત ઘાયલ હી જાણે!
પૂછો થયો હોય જેનો હ્રદય ભંગ!
શોધવા
નીકળ્યો હતો માણસ!
માણસને
નામે મળ્યા સૌ નંગ!
મરતામરતા
બચ્યો છે નટવર!
મળ્યો
જ્યારથી શબ્દનો સંગ!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું