સોમવાર, 25 ડિસેમ્બર, 2017

બેદરકાર...


જ્યારથી સહેજ થયો હું પણ બેદરકાર.
રાખી છે ત્યારથી લોકોએ વધુ દરકાર.

હવે એનીય શીદને કરવી ખોટી તકરાર!
આપણને ઠગે આપણી ચૂંટેલ સરકાર!!

એમણે ન તો કર્યો ઇનકાર કે ન ઇકરાર!
અમસ્તો બદલી બેઠો હું દિલના ધબકાર.

બે નજર ચાર થાય અને થઈ જાય પ્યાર.
એ જ છે  હળાહળ યુગમાં થતો ચમત્કાર.

ખામોશી મારી મને સદી ગઈ છે સદિયોથી.
આદત લોકોની, કરતા રહે એઓ ચકચાર!!

એઓ લેવા આવ્યા ખબર મારી તો હસ્યો!!
સમજ્યા એઓ સાજો થઈ છે ગયો બીમાર.

ભરબજાર છેતરાય ગયો હું હસતા હસતા!
સાલી લાગણીઓ છે જ જન્મજાત મક્કાર !

ખુદની જ સંભાળ રાખતા શિખી જા નટવર!
લોકો ને મિત્રો તો જોયા રાખશે તારો સુમાર!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું