કોણ કમબખતે કહ્યું કે છુપાવી છુપાવીને પીવો?
હું કહું છું યારોને સરેઆમ ગળે લગાવીને પીવો!
ઘૂંટ બે ઘૂંટ નવટાંક શેર પાશેર પીવાથી શું થશે?
છોડી સૌ હિસાબકિતાબ બસ ગટગટાવીને પીવો!
જેણે નથી કદીય પીધું એ શું જાણે પીવાની મજા?
એ નાદાન નાસમજને સમજાવી સમજાવીને પીવો!
લાખો કરોડો ગમ છે આ બેરહેમ ફાની દુનિયામાં!
ક્યાંક એકાદ રોતલને ખડખડાટ હસાવીને પીવો!
જામ પયમાના દગો દઈ જશે, ફૂટી જશે
એક દિ!
કોઈ કમસિન નજર સાથે નજર ટકરાવીને પીવો!
જાણીતાઓના નગરમાં સહુ અજાણ્યા વસે છે અહીં!
એમના ચહેરાઓ ઉપરથી નકાબ હઠાવીને પીવો !!
કહે ઇશ્ક નથી આસાન,છે એ એક આગનો દરિયો!
ધૂણી ઇશ્કની ઘાયલ દિલમાં ધગધગાવીને પીવો!
પીતા પીતા કદીક જામ બદલાય જાય છે નટવર!
કદી જામ પર નામ ખુદનું લખી લખાવીને પીવો !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું