સોમવાર, 25 ડિસેમ્બર, 2017

રખડુ...


ખોવાયો છું હું કોઈની નજરમાં તો શીદને જડું?
થઈ ગયો ઇશક જ્યારથી, મને જ હવે હું નડું!

છે સાચવી સાચવી ડગ ભરવાની આદત મને!
શાયદ એટલે જ હર પગલે પગલે હું તો પડું!

દઈ જાય આંસું પણ મને દગો આવતા જતા!
ભરી મહેફિલમાં યારો, હસતા હસતા હું તો રડું!

એક દિ તો જીત મળશે, વિજય થશે મારો ય!
એક અમર આશાએ મારી સાથે ખુદ હું તો લડું.

જ્યારથી એણે સ્પર્શ્યો છે મને કોમળ કરાંગુલિથી;
હું કેમ કરી એમની રીતે મારા ખુદના તનને અડું?

સાથ કોઈનો મળે ન મળે સફર - એ- જિંદગીમાં;
છું જ એવો,  હું મારા પડછાયાની આંગળી પકડું.

કોઈ ઘાયલ દિલમાં આશરો ન મળ્યો નટવરને!
શું કરે,ક્યાં જાય હવે એ?થઈ ગયો છે સાવ રખડુ!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું