હાથમાં
મારા છે જે જામ ખાલી !!
કરી
દીધો એણે જ મને ખયાલી !
એ જ
કેમ દરદ વધુ આપી જાય ?
હોય
વ્યક્તિ જે આપણને વહાલી !
બહુ
સાચવ્યું તોય મને ઠગી ગઈ !
લાગણી
છે જ જનમજાત મવાલી !
મને
મારે સાવ સસ્તામાં વેચવો છે !
કરી
રહ્યો છું હવે હું જ મારી દલાલી!
કદી
દોડે, કદી
અટકે, કદી એ પટકે!
આ
સમય પણ ચાલ ચાલે મતવાલી!
મળશે
મને પણ એક દિ દામ એના!
વટાવવી
છે મારેય થોડી નોટ જાલી!
સમજાતા
સમજાતા સમજાશે નટવર!
પ્યારમાં
તો બસ, મળે
છે પાયમાલી!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું