સોમવાર, 25 ડિસેમ્બર, 2017

ઓમકાર...

દિલમાં મારા જે ધબકાર છે!!
એ જ ખરેખરો ઓમકાર છે !!

તારું અને મારું આમ મળવું!
શું કહું હું? એક ચમત્કાર છે!!

તું શું જાણે મારા વિશે, સનમ!
તું સર્વ,તું જ મારી સરકાર છે.

તું મને કદી વીસરી ન શકશે !
આ મારો તને ખૂલો પડકાર છે.

તારી આંખોની સંભાળ લે તું !!
હોઠે છે ના,આંખમાં ઇકરાર છે!

મારું બીજું કંઈ નથી સાંભળવું !
કહે, મારા વિના તું બેકરાર છે!

ઇશ્ક ને ખુદા બન્ને સરખાં સમજ!
એ બેઉ નિરંતર અને નિરાકાર છે!

શું છે નટવરની નાહકની કવિતા?
બસ તને ચાહવાનો એક પ્રકાર છે!

1 ટિપ્પણી:

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું