દો ગમે એટલી એને ગાળો કે ગમે એટલું ટાળો !
સહુને
ક્યારેક ને ક્યારેક તો સતાવે છે કંટાળો !!
સપનાંઓ
તો રંગીન જોયા રાખ્યા હરદમ અમે !
અમારી
રાતનો રંગ ભલે હોય કાજળઘેરો કાળો !!
ના
ના કરતા રહે છે આ દુનિયામાં સહુ કોઈ યાર!
ને
કરી બેસે છે એઓ ય ઇશ્ક કરવાનો ગોટાળો !!
અંક, ગણિતમાં સાવ કાચો ને
કાચો રહી ગયો હું !
કરવાની
હતી બાદબાકી, કરતો રહ્યો હું સરવાળો !!
છું
હું સાવ મુલાયમ, એ ન સમજી શક્યા સનમ !
હવે
મને જે રૂપમાં ઢાળવું હોય એમ તમે ઢાળો !!
નાના
સાથે નાનો,મોટા
સાથે મોટો રહ્યો છું સદા !
સીધો
સાદો તોય દિલથી છું છેલછબીલો છોગાળો !!
ઘાયલ
દિલ સોંપ્યું છે આપને દિલથી સાચવવા !
ટુકડાઓ
થઈ જશે, જાહેરમાં
તો ન એને ઊછાળો !!
આવે
જો પાંખ તો પંખી ઊડી જ જવાનું નટવર !
સુનો
થઈ જાય માળો, વિધવા થઈ જાય છે ડાળો !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું