જિંદગીમાં એક હબીબ હોવો જોઈએ ને એક રકીબ હોવો જોઈએ !
ને
જિંદગીભર યારો, બેમાંથી એક હર હંમેશ કરીબ હોવો જોઈએ !!
ભલભલાં
ગહેરા જખમ પણ સાવ સાજા થઈ જાય છે વખત જતા !
માનો, ન માનો આ વખત પણ એક
કુશળ તબીબ હોવો જોઈએ !!
ભલે
કરોડો રૂપિયા કમાઈ, કરોડો રમતા રમતા જે ખરચ કરી જાણે !
ને
સૂતા પહેલાં ઊંઘવા ગોળી ગળે એ ભારે બદનસીબ હોવો જોઈએ!!
સહુ
કોઈ માંગતા રહે છે એની પાસે પણ કોઈને કંઈ આપતો નથી !
મારો
બેટો દીનદયાળ પ્રભુ પણ સહુથી વધુ ગરીબ હોવો જોઈએ !!
વાહ
વાહ કંઈ એમ જ નથી થતી મહેફિલમાં ગઝલની રજૂઆતથી !
એના
એક એક શેરમાં ભાવ દિલનો અન્યથી અજીબ હોવો જોઈએ !!
હસતા
હસતા રડે કદી મહેફિલમાં તો રડતા રડતા હસી પડે નટવર !
ફાની દુનિયામાં હર શખ્સ નટવર જેવો અજીબોગરીબ હોવો
જોઈએ !!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું