તકિયા નીચે રાખીને મારી યાદ,
કેવી રીતે ઊંઘશો?
કોઈ ન સાંભળે તમારી ફરિયાદ, કેવી રીતે ઊંઘશો?
વાદળો ગરજશે, વીજળી ચમકશે, અંધારૂં ય ઘેરાશે!
આંખમાંથી ઓચિંતો થશે વરસાદ, કેવી રીતે ઊંઘશો?
સપનાંઓ છળશે, એકલતા મળશે, ને પથારી કરડશે!
ખુદમાંથી કરી મને બિલકુલ બાદ, કેવી રીતે ઊંઘશો?
વસમી વાસનાઓ ઢંઢોળી, અસીમ ઇચ્છાઓ ઓઢીને;
અધૂરી રાખીને તનમનની મુરાદ, કેવી રીતે ઊંઘશો?
તારાઓ ગણાય જશે સહુ, ચાંદ ઊગીને આથમી જશે;
કરશે ખામોશી તમારી સાથે સંવાદ, કેવી રીતે ઊંઘશો?
શ્વાસ ઉચ્છવાસ સાથે સતત લડશે, નિસાસા ય નંખાશે!
ખુદને ઇશ્કમાં કરીને સાવ બરબાદ, કેવી રીતે ઊંઘશો?
તન તડપશે, મન તરફડશે ને આગ દામનમાં લાગશે;
દબાવી ઊછળતો ઊનો ઊનો ઉન્માદ,કેવી રીતે ઊંઘશો?
શબ્દ શબ્દ અક્ષર અક્ષર નટવરની કવિતાના છે તમારા!
ધડકનો દિલની કરશે ઇર્શાદ ઇર્શાદ, કેવી રીતે ઊંઘશો?

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું