બેપનાહ
ઇશ્ક જ એનો ઈમાન છે;
બાકી
દિલ મારું બહુ બેઈમાન છે.
તું
છે તો હું છું ને હું છું તો તું છે;
આમ
જ હું ને તું બન્ને સમાન છે.
ભલે
તારી પાસે નજરોનું તીર છે;
તો
મારી પાસે જ એની કમાન છે.
તારા
અમર ઇશ્કનું ગરૂર છે મને;
અને
મારા પ્રેમનું તને ગુમાન છે.
એક
વાર તો ફરમાવીને જોઈ લે;
કરીશ પૂરા જે અધૂરા અરમાન છે.
કરીશ પૂરા જે અધૂરા અરમાન છે.
તું
માને યા ન માને તારી મરજી;
મને
ન ભૂલીશ,
મારું ફરમાન છે.
હું
નથી કહેતો તને,તું ન કહે મને;
એકબીજા
પ્રત્યે આપણને માન છે.
ક્યાં
સુધી રહીશું પારકા ઘરે હવે?
હરેક
ઘડી બે ઘડીના મહેમાન છે.
નથી
રહી ફિકર નટવરને હવે તો;
એની
સાથ
તો સદા ય રહેમાન છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું