હર કોઈ પાસે મળી આવશે એકાદ મનગમતી
ઉદાસી !!
નજર મળ્યા પછી દિલથી દિલ મળવા જરૂરી
છે સનમ!
પછી ભલે જિંદગીભર મળે ન મળે આપણા
બેઉની રાશિ!
ન કરું કદી હજ,ન મક્કા ન મદીના ન ચારધામની યાત્રા!
જ્યાં ચરણ પડ્યા તમારા ત્યાં જ મારા
મક્કા અને કાશી !
આ રાહ-એ-ઇશ્ક તમે માનો એવો સાવ આસન
નથી સનમ!
સમજો પગ લપસ્યો જ,ગફલત થઈ જાય કોઈની જરા સી !
દરિયો ઇશ્કનો ન ડૂબવા દે, ન તરવા દે, ન પાર કરવા દે!
દરિયો ઇશ્કનો ન ડૂબવા દે, ન તરવા દે, ન પાર કરવા દે!
પ્યાસ પ્રેમીની ન છિપાય કદી,જાણે પાણીમાં મીન પિયાસી.
સાત ભવનો સાથ નથી માંગતો,
ન માંગીશ કદી ય સનમ!
બસ આ જિંદગીમાં મારા મોત સુધી બનો
મારા સહપ્રવાસી.
મારા ઘરનો આઈનો ય સાવ નિખાલસ રહ્યો છે
મારી સાથે!
એણે કહી દીધું,
ચહેરો બદલ હવે થઈ ગયો છે સાવ વાસી.
મારી સાથે ન જાણે એવું ઘણી વાર થયા
રાખે યારા મારા!
જે સાથ તો હોય સદા તો ય એમની ખોટ લાગે
મને ખાસી!
આ તુફાની ભવસાગર પાર કરવા સાથ કોઈનો
મળે ન મળે!
લઈ હૈયાનાં હલેસા નટવર તારે બનવાનું
છે તારા ખલાસી!!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું