ગુરુવાર, 28 ડિસેમ્બર, 2017

કવિતા...

કવિતા ઘણાને માટે ફક્ત અંત્યાનુપ્રાસ છે,
મારે માટે તો યારા,એ મારો શ્વાસોશ્વાસ છે!!

સવારથી જ મન મારું અકારણ બેચેન હતું,
ને સાંજે મત્લો સૂઝ્યો તો હવે થોડી હાશ છે.

નથી કંઈ ઠાલી શબ્દની રમતગમત કવિતા,
રમત નહીં, મારે માટે તો એ કંઈક ખાસ છે.

રૂબરૂ મળ્યા સનમ ત્યારે કંઈ ન કહી શક્યો!
કવિતામાં એ બધું જ કહેવાનો અવકાશ છે.

હર શબ્દ સજીવ થઈ જાય જો લાગણી ભળે!
શબ્દ અને લાગણીનો કવિતામાં સહવાસ છે.

આજે નહીં તો કાલે સમજાશે મારી કવિતાઓ,
માનો યા ન માનો, મને થોડી થોડી આશ છે!

નાસમજ સમજી ગયાં નટવર તારી કવિતા!
તો પછી કવિતા કેમ આજકાલ ઉદાસ છે ??

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું