શનિવાર, 24 જૂન, 2017

ફિતૂર છે...


ભલે એઓ ના કહે પણ એમણે મને કર્યું તો કંઈક જરૂર છે !
તો જ લાગે મને મારું જીવન એમનાં વિના જાણે ફિતૂર છે !!

ચહેરા પર મારા જે ચમક દમક છે એ કંઈ એમ જ તો નથી!
એમનાં અસીમ ઇશ્કનું મારા ચહેરે ચમકતું દમકતું નૂર છે !!

આંખોમાં ઉતાર્યા છે, દિલના એક ખાસ ભાગમાં વસાવ્યા છે!
તો કહો તમે જ મને કેવી રીતે કહું કે એઓ મારાથી દૂર છે?

સખીઓથી રહે અતડા અતડા, હસે એકલાં નિહાળી આયનો !
ચાલ બદલાઈ મને મળ્યા પછી,મારા ઇશ્કમાં એ મગરૂર છે!!

હોઠોથી ન કંઈ કરે એ કોઈ વાત ઇશ્કની, એક શબ્દ ન બગાડે !
આંખોથી કહે એઓ દરેક વાત ઇશ્કની, આંખો એમની ચતુર છે !!

દિલ તો દિલ છે, બે દિલની ધડકનો હોય ભલે અલગ અલગ !
 દિલ અમારા એવા છે બન્નેના જેમાં બસ એક સરખાં જ સૂર છે!

ન હતું નામ મારું, ન હતું કામ મારું કોઈ આ ફાની દુનિયામાં!
કર્યો ઇશ્ક એમની સાથે તો મારા જેવો આદમીય મશહૂર છે !!

ભારેખમ બોજ તન્હાઈનો નટવર તો સાવ સહેલાઈથી ઉપાડે !
માનો યા ના માનો યારો, છેવટે એ પણ એક કુશળ મજૂર છે !!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું