શનિવાર, 24 જૂન, 2017

ચમત્કાર થાય છે !

આજના હળાહળ યુગમાં પણ ચમત્કાર થાય છે !
એટલે જ સાવ અજનબી સાથે ય પ્યાર થાય છે!

કોઈ સામે વડીલ જેવું મળે તો હાથ નથી જોડતો !
ક્યારેક તો નજર ઝુકાવીને પણ નમસ્કાર થાય છે !!

સનમ બહુ સાચવીને મળતા રહો તમે સૌને અહીં!
તમે ન જાણો પણ આંખોથી ય બળાત્કાર થાય છે!!

જ્યારે શબ્દ પણ કરી જાય બેવફાઈ વાચા સાથે !
ત્યારે સાવ ખામોશ રહીને પણ ચિત્કાર થાય છે !!

આપણે નથી જાણતા પણ એવું થાય મોટા ભાગે !
આપણાં દિલમાં બીજાનાં નામે  ધબકાર થાય છે !!

ક્યારેક વગર કારણે એક નાની તડ પડે સંબંધમાં!
અને પછી એમાંથી ધીમે ધીમે મોટી દરાર થાય છે !

સૌ ભલે ના ના કરતા રહે એમ તો જાહેરમાં અહીં !
પણ ઇશ્કની બાજીમાં સોદા દિલનાં ધરાર થાય છે !!

 દુશ્મનની અદાવતથી સહજ ડર નથી લાગતો મને!
બહુ બીક લાગે જ્યારે જિગરી યાર મક્કાર થાય છે !!

લખી નાંખે છે નટવર એકાદ ગઝલ આમ અમસ્તો !
ઘાયલ દિલ જ્યારે એનું હદથી વધુ બેકરાર થાય છે !!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું