શનિવાર, 24 જૂન, 2017

આમુખ છે...

ક્યાંક સુખ છે,  ક્યાંક દુઃખ છે !
જિંદગીના આ જ બે રૂખ છે !

આઈનો તો સાચું કહી દે છે !
યાર,   એને ક્યાં બે મુખ છે ?

આ અવનિ પર સૌથી પવિત્ર!
બસ, આપણી માની કૂખ છે !

આ માણસ તો કદી ન ધરાય!
ન જાણે એને શાની ભૂખ છે??

સમજતા સમજતા જ સમજાય!
આ જિંદગીમાં પ્રેમ જ પ્રમુખ છે.

આંખો બંધ હોય કે હોય ખૂલી !
સનમ,તારા સપનાંઓ સંમુખ છે.

શું છે નટવરની આ કવિતાઓ?
લીલીછમ લાગણીનું આમુખ છે!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું