શનિવાર, 24 જૂન, 2017

નજર મળી છે...

નજર મળી છે તો દિલને પણ મળવા દો !
અને ધીરે ધીરે પાંપણોને સહજ ઢળવા દો !

આઈનો તો સાચું જ બોલે એ સૌને જાણ છે!
આજ ભલે આપણાં પ્રતિબિંબને છળવા દો !

ક્યાં સુધી છત્રી રેઈનકોટ લઈ ફરતા રહેશો?
થઈ છે હેલી તો જાતને  થોડી પલળવા દો !

ઘણા સપનાંઓ રોપ્યા છે આંસુંઓ સીંચીને !
અરે ભગવાન!  એકાદને તો તમે ફળવા દો!

મેં જ આપી છે ભેટમાં કાજળ તમને સનમ!
યાદમાં મારી એને અશકમાં ઓગળવા દો !!

જેવી રીતે હું તડપ્યો આપના ઇશ્કમાં સનમ!
ઇશ્કમાં તમારી જાતનેય થોડી ટળવળવા દો!

જામ છલકાઈને ખાલી થાય એ જરૂરી નથી!
છલોછલ ભરેલ જિંદગીના જામને ગળવા દો!

રોશની આપવા નટવર કોઈ પણ હદે વટાવે !
તી હોય રોશની તો એના ઘરને બળવા દો !
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપના હર સુચનો, કોમેન્ટસ આવકાર્ય છે. આપનો એ બદલ આભારી છું